કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખાયો!

Chandipura Virus Symptoms समाचार

કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખાયો!
Chandipura Virus SignsChandipura Virus PreventionChandipura Virus Outbreak
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 43ના મોત થયા છે તો 54થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં થયો ચાંદીપુરાનો ફેલાવો? ક્યાં કેવી છે તેની ઘાતક અસર? જુઓ આ અહેવાલમાં.

ગુજરાત માં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે.કુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ...

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે. રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં વાયરસથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં 118 લોકો આવ્યા છે. જેમાંથી 43 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી શરૂ થયેલો આ વાયરસ હવે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયો છે. અનેક પરિવારને આ વાયરસે ઉઝાડ્યા છે.

સરકારે પણ ચાંદીપુરા વાયરસની ગંભીરતા સમજી છે. સરકારના આરોગ્ય વિભાગે અત્યાર સુધી 4 લાખ 68 હજાર 581 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરી છે તો 1 લાખ 5 હજાર 775 ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરી છે., 17 હજાર 112 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને એક હજાર શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે, જ્યારે 18 હજાર 313 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 814 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઈ છે.

આમ તો ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. આ વાયરસનો સૌથી પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં મળી આવ્યો હતો. આ વાયરસથી ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત છે. આ એક RNA વાયરસ છે જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. મચ્છરો અને માખી કરડવાથી આ વાયરસનો ફેલાવો થાય છે. આ વાયરસ 9 મહિનાથી 14 વર્ષના બાળકોને સૌથી વધારે શિકાર બનાવે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે માખી અને મચ્છરોથી દૂર રહીએ અને ડૉક્ટરની ત્વરીત સલાહ લઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandipura Virus Signs Chandipura Virus Prevention Chandipura Virus Outbreak Chandipura Virus Infection Chandipura Virus Gujarat News ચાંદીપુરા ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ કહેર ગુજરાત સાબરકાંઠા ચાંદીપુરા વાયરસ લક્ષણો ચાંદીપુરા વાયરસ ઉપાયો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »

દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!Gujarat Monsoon 2024: છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હતો. પરંતુ વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રિઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘ મહેર થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત, હવે રોગચાળો ફેલાવાની ભીતિગુજરાતના આ જિલ્લામાં અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત, હવે રોગચાળો ફેલાવાની ભીતિમરેલી માછલીઓની દુર્ગંધથી નજીકમાં રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં તળાવના કિનારેથી દુર્ગંધ મારતી માછલીઓ દૂર કરવામાં નહીં આવતા હવે ધીમે ધીમે માછલીઓ કોહવાઈ રહી છે અને જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી છે.
और पढो »

Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »

ગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોતગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોતજામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળ દર્દીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે જીજી હોસ્પિટલના તંત્ર દ્વારા આ મામલે હોસ્પિટલમાં દાખલ તમામ બાળ દર્દીઓની અલાયદા સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »



Render Time: 2025-02-15 08:52:33