Gujarat Farmers : ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ... સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩,૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ...
આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૬,૬૦૦થી વધુ ખેડૂતોને રૂ. ૧૮૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈAmbalal PatelGarlic and Jaggery: લસણ અને ગોળ એકસાથે ખાવાથી દૂર થઈ શકે છે આ 5 સમસ્યા, જાણો ખાવાની રીતદૈનિક રાશિફળ 16 નવેમ્બર: કર્ક રાશિના લોકોની સ્થિતિ સારી રહેશે, નાણાકીય યોજનાઓ સફળ થશે, આજનું રાશિફળ
ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૭૫,૦૦૦ સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે ૧૬ થી ૧૭ મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ૩૩૦ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.
Farmers Gujarat Government Pak Sangrah Structure Yojana 2024 Government Scheme Sarkari Yojna Benefits Agriculture એગ્રિકલ્ચર ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતોના ફાયદાની વાત ખેડૂતો માટે સારા સમાચાર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ગુજરાત સરકાર સરકારી સહાય સરકારી યોજના ખેતપેદાશ મહત્વની જાહેરાત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ આપી દીધી છે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે.
और पढो »
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની જાહેર રજા પર મોટી જાહેરાતGujarat Government : રાજય સરકારની કચેરીઓમાં ૧ નવેમ્બરે શુક્રવારની રજા જાહેર કરાઈ... સરકારી કર્મચારીઓને સળંગ ૪ દિવસની રજાનો લાભ મળશે... 1 નવેમ્બરના વિકલ્પે 9 નવેમ્બરે શનિવારે કચેરીઓ ચાલુ રહેશે
और पढो »
કૃષિ રાહત પેકેજમાં ગુજરાત સરકારે કર્યો મોટો ખુલાસો, આ ખેડૂતોને નહિ મળે સહાયrelief package announced for farmers : વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન પર સરકારનો નિર્ણય... જુલાઈમાં સહાય પેકેજનો લાભ મેળવનારા ખેડૂતોને નહીં મળે નવા સહાય પેકેજનો લાભ.... ખેડૂતોને કોઈ પણ એક જ પેકેજનો લાભ મળશે
और पढो »
BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવજૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે.
और पढो »
સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »