જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
મોટા ભાગે ઉત્તર ગુજરાત માં હવામાન માં ભારે પલટો આવવાની આગાહી છે. જાન્યુઆરી મહિનામાં હવામાન માં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાત માં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન બેથી ચાર ડિગ્રી જેટલુ ગગડ્યું છે. જો કે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશ: ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઠંડીમાં સામાન્ય વધઘટ આજથી ઠંડી વધશે. સવારથી પવનો ફૂંકાયા શરૂ થયા છે. આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છેય ગાંધીનગરમાં ૧૩ ડીગ્રી, અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને અન્ય શહેરોમાં ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયું છે. હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુકાવા શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે
ઠંડી હવામાન ગુજરાત ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર હિમવર્ષા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિગ્રી તાપમાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ભયાનક ઠંડીનો મોટો રાઉન્ડ આવશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીColdwave Alert In Gujarat : છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ આવ્યો છે. કેટલીક જગ્યાઓએ તે કરા સાથે વરસાદ નોંધાયો. ત્યારે હવે આગામી 24 કલાકમાં ગુજરાતનું વાતાવરણ ઝડપથી પલટો મારવા જઈ રહ્યું છે.
और पढो »
અંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તરાયણમાં કમોસમી વરસાદ થવાથી પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે.
और पढो »
ગુજરાતમાં જાન્યુઆરીમાં ઠંડીનો દાનવીરગુજરાતમાં જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે, શિમલા કે કશ્મીર જેવી ઠંડી. બે બે સ્વેટર પહેરવાની જરૂર પડશે.
और पढो »
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો: બે દિવસમાં થરથર ધ્રૂજાવતી ઠંડીમાવઠા બાદ ફરી ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે. કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. આગામી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે તેવી કડક ચેતવણી છે.
और पढो »
ગુજરાતના હવામાનમાં મોટી આફત આવશે, IMD નું મોટું એલર્ટ : ભારે વરસાદ સાથે કરા પડશેIMD Weather Alert : દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડશે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે. IMD એ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ સાથે કરા પડશે. પશ્ચિમથી ઠંડા ઠંડા પવનો ફૂંકાશે.
और पढो »
ગુજરાતમાં 24 કલાક માવઠાની આગાહી: સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતાગુજરાતમાં હજુ 24 કલાક માવઠાની હવામાનની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જે મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
और पढो »