ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ

હવામાન समाचार

ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ
હવામાનગુજરાતવરસાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

ગુજરાતના વાતાવરણમાં ફરી ગરબડ થવાની છે. ગુજરાતમાં આગામી 12થી 18 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે.

ફરી એકવાર ગુજરાત ના વાતાવરણમાં મોટી ગરબડ થવાની છે. ન માત્ર ગુજરાત , પરંતું આખા દેશના વાતાવરણમાં પલટો આવશે. જેનું કારણે વાતાવરણમાં સર્જાનાર બે પશ્ચિમી ચક્રવાતની સ્થિતિ છે. આ કારણે દેશના અનેક જિલ્લામાં ભરશિયાળે વરસાદ આવશે. એટલું જ નહિ, ગુજરાત માં પણ કમોસમી વરસાદ ની હવામાન શાસ્ત્રીઓની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાત માં ફરી ઠંડી નું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણ માં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા બે પશ્ચિમી ચક્રવાતને કારણે ઉતર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૪થી૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયુ હતું. હવે લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આગામી ૪૮ કલાકમાં દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહ દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. ઝાકળ અને ધુમ્મસ પણ હવામાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન ૧ થી ૩ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઘટી શકે છે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

હવામાન ગુજરાત વરસાદ ઠંડી ઉત્તરાયણ પતંગ રસિયાઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવઅંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તરાયણમાં કમોસમી વરસાદ થવાથી પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે.
और पढो »

હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેહવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »

ગુજરાતમાં અચાનક હવામાન ફેરફાર, કમોસમી વરસાદની આગાહીગુજરાતમાં અચાનક હવામાન ફેરફાર, કમોસમી વરસાદની આગાહીGujarat experiences sudden weather shift, cloudy conditions and drop in temperature. Possibility of light rainfall in some areas from December 26th to 28th.
और पढो »

ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહીગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહીહવામાન વિભાગે ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી છે. ખેડૂતોને ভારે નુકસાની થવાની સંભાવના છે.
और पढो »

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરમાં એવા વાદળો ઘેરાશે કે અડધા ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે.
और पढो »



Render Time: 2025-02-15 11:08:44