Gujarat Heavy Rains: પોરબંદરમાં મેઘરાજા એવા વરસ્યા કે શહેરમાં જાણે જળતાંડવ થઈ ગયું છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયેલું ન હોય. દરિયા કાંઠે વસેલું આ શહેર દરિયો બની ગયું છે. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં જાણે સ્વયંભૂ કર્ફ્યૂ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ત્યારે જુઓ પોરબંદર માં મુશળધાર મેઘરાજાનો આ ખાસ અહેવાલ. પોરબંદર માં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સુદામાપુરીએ જાણે જળસમાધિ લઈ લીધી છે. ગુરુવારથી પડી રહેલા અનરાધાર વરસાદ થી પોરબંદર માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારો પાણી માં તરવા લાગી છે. અનેક વાહનો બંધ થઈ જતાં ચાલકોને તેને દોરીને લઈ જવા પડ્યા હતા. તો અનેક સોસાયટીઓ સરોવર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મેઘરાજાની મુશળધાર એન્ટ્રીને કારણે શહેરમાં કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
કોળીવાડ વિસ્તારમાં એવું લાગે છે કે ઘરમાં પાણી છે કે પછી પાણીમાં ઘર? ઘરની અંદર ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે ઘરવખરી પલળી ગઈ છે. ઘરની અંદર રહેલો તમામ સમાન ખરાબ થઈ ગયો છે. ઘર માલિકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ગલી અને મહોલ્લામાં પણ જળભરાવ છે, કોઈ ગલી કે રસ્તો એવો નથી બચ્યો કે જ્યાં પાણી ભરાયેલું ન હોય.એમ.જી.
Rain Porbandar પોરબંદર વરસાદ ગુજરાત પાણી પોરબંદરમાં ખુબ વરસાદ ઘર અને રસ્તા પરથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા 26 કલાકમાં 17 ઈંચ વરસાદ જન જીવન પ્રભાવિત ગુજરાત વરસાદ વરસાદ આગાહી ગુજરાત ચોમાસુ વરસાદ આગાહી વરસાદ સમાચાર ગુજરાત વરસાદ સમચ્છર આજના સમાચાર Heavy Rains In Porbandar People Were Rescued From Houses And Roads 17 Inches Of Rain In 26 Hours Lives Affected Gujarat Rain Rain Forecast Gujarat Monsoon Rain Forecast Rain News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »
હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદGujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
और पढो »
નક્કી ગુજરાતમાં તોફાન લાવશે આ તારીખ! હવામાન ખાતુ અને અંબાલાલ હવે બધાની આગાહી એક થઈ ગઈGujarat Havy Rainfall: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારે છે. એટલું જ નહીં એક સાથે આખા અઠવાડિયાની ભયાનક આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યા કેવો રહેશે વરસાદ તે પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ...
और पढो »