આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહ

Agriculture समाचार

આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહ
FarmersGujarat FarmersHeatwave Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

Agriculture News : કૃષિ વિભાગ દ્વારા જંતુનાશક દવાઓના વપરાશ સામે નાગરિકોને અપાઈ સૂચના, શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ

Narmada River Love StoryBAD FOOD COMBINATIONSઆજકાલ દરેક પાકમાં જંતુનાશક દવા ઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે. આ તત્વો શાકભાજી તથા ફળોમાં પણ ભળી જતા હોય છે. તેથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે. શાકભાજીને સ્વચ્છ પાણીમાં ધોયા વગર ન વાપરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પણ કેટલીક સલાહ આપવામાં આવી છે.

આ અવશેષોને નિવારવા માટે જાહેર કરાયેલા નિયંત્રણના પગલામાં જણાવ્યા પ્રમાણે જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે. તેના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

શક્ય હોય તો એમામેક્ટિન બન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવી ઝડપથી વિઘટન પામતા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટશે જેથી જંતુનાશકોના અવશેષોને હળવા કરી શકાય છે. આ ઉપરાંત ઘરમાં મચ્છર, માખી, વંદા, ઊંધઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં નહિ આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે, અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે, જેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે.

વધુમાં જણાવ્યાનુસાર, અનાજમાં ભેજ હોય તો તેને સૂર્ય પ્રકાશમાં સૂકવ્યા પછી જ તેનો ઉપયોગ કરવો અને અનાજના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો, જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહિ. ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવાથી કીટકોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. જ્યારે, બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવાથી કીટકોનો ઉપદ્રવ ઘટે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરી શકાય છે.

ખેતરમાં શાકભાજીના પાકની વીણી કર્યા પછી જંતુનાશકોનો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાએ જંતુનાશકોનો વપરાશ ટાળવાથી જંતુનાશકોના અવશેષોથી ખતરો ઓછો થઇ શકે છે. એક જ જંતુનાશક દવાનો વારંવાર ઉપયોગ કરવાનો ટાળીને તેની જગ્યાએ જુદા-જુદા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત એક જ જૂથના જંતુનાશકોનો ત્રણથી વધારે છંટકાવ કરવો જોઇએ નહિ, તેમ વધુમાં ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmers Gujarat Farmers Heatwave Alert Kisan Organic Farming Summer ઉનાળો ખેતી નિયમાક ખેડૂતોને સલાહ હીટવેવ ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક ખેતી Regulation In Agriculture કૃષિ વિભાગ શાકભાજી ધોઈને ખાવા Agriculture Department Pestisides Pestisides Use જંતુનાશક દવા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળમાર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળHomemade Protein Powder : બહારના મોંઘાદાટ પ્રોટીન પાવડરન કહો બાય બાય, ઘરમાં માત્ર 10 મિનિટમાં પ્રોટીન પાવડર બની જશે, જેનાથી તમારું શરીર ટકાટક બની જશે
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવુંIdeal Temperature For Air Conditioner : અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે ઉનાળાની વધતી ગરમીમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું તે અંગે મહત્વની માહિતી આપી
और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »



Render Time: 2025-02-19 10:02:23