જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોત

NEWS समाचार

જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોત
RAJKOTANIMAL ATTACKDOG ATTACK
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત યથાવત છે. અત્યાર સુધી ઢોરના ત્રાસથી ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. હવે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. રાજકોટ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક વધતાં લોકોમાં ડર ફેલાયો છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ આવીને હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. આ બાળકને રખડતા શ્વાનોએ આખા શરીર પર બચકાં ભરી લીધા હતા.

આ ત્રણેય બાળકો ખુલ્લા પ્લોટમાં કુદરતી હાજતે ગયા હતા આ દરમિયાન રખડતાં શ્વાનનું ટોળું આવી ગયું હતું. ત્યારે આ રખડતાં શ્વાનનું ખસીકરણ કરવાની માગ ઉઠી છે. એક તરફ તંત્ર શ્વાનના ખસીકરણની મસમોટી વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ છે. પુત્રનું મોત થતાં પરિવારજનોમાં શોક ફેલાયો છે. પરિવારજનોએ રખડતા શ્વાનનો આતંક દૂર કરવાની માગ કરી છે.જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝુંપડા બાંધીને પરીવાર સાથે રહે છે. જેમાં ગતરોજ રામજીભાઈ રાઠોડ નામના શ્રમજીવીના ત્રણ પુત્રો યુવરાજ, રાજ અને રવિ ત્યાં બાજુમાં જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયા હતાં. ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોવાથી અહીં 50 થી 60 જેટલા શ્વાનો પણ રહે છે. આ શ્વાનોમાંથી પાંચ થી છ જેટલા સ્વાનોના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો. જેમાં યુવરાજ અને રાજ બંને ભાઈઓ ભાગવામાં સફળ થઈ ગયા જ્યારે રવિ કૂતરાંઓના ટોળાની ઝપટે ચડી જતા રવીને શ્વાનોએ ચારે બાજુથી બચકા ભરવા લાગ્યા અને લોહીલુહાણ કરી દીધો. સ્વાનના હુમલાથી ભાગેલ બે ભાઈઓ ઘરે પહોંચી ઘરે વાત કરતા પરિવારજનો રવીને બચાવવા સ્થળ પર પહોચતા શ્વાનો રવિને બચકા ભરી રહ્યાં હતા અને રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ રવિને શ્વાનો પાસેથી ખેંચી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

RAJKOT ANIMAL ATTACK DOG ATTACK CHILD DEATH GUJARAT

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતકોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીસમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »

દુષ્કર્મ બાળકીનું સારવાર દરમિયાન નિધનદુષ્કર્મ બાળકીનું સારવાર દરમિયાન નિધનભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને દુષ્કર્મનો ભોગ બેન્યો હતો. સારવાર દરમિયાન આજે બાળકીનું મોત થયું છે.
और पढो »

જમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક સેના વાહન ખાઈમાં પડી ગયું હતું, જેમાં પાંચ સૈનિકોના મોત થયા છે. ઘાયલ સૈનિકોનો ઉપચાર ચાલી રહ્યો છે.
और पढो »

મુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતમુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident News : ફુલગુલાબી ઠંડીની મંગળવારે વહેલી સવારે ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 15થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
और पढो »



Render Time: 2025-02-13 09:48:58