દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પોરબંદરમાં પણ સતત પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. બોખીરા ગામમાં નદી વહેતી હોય તેવો ઘાટ ઘડાયો છે. તો માધવપુર ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. જે પાણી ભરાયા છે તે ઓસરતા નથી અને મેઘરાજાની ધબધબાટી હજુ પણ ચાલુ છે.
Gujarat Rains: દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. જે પાણી ભરાયા છે તે ઓસરતા નથી અને મેઘરાજાની ધબધબાટી હજુ પણ ચાલુ છે..ત્યારે જુઓ પાણી પાણી પોરબંદરની મુશ્કેલીનો આ અહેવાલ. શહેરના છાયા ચોકી વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ટીકાસા ગામમાં પણ વરસાદી આફતને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.ટીકાસા ગામમાં જ્યાં ચારે બાજુ પાણી જ પાણી ભરેલું છે. પાણીને કારણે ગામ લોકો ભયના ઓથાર નીચે જોવા મળી રહ્યા છે.
પોરબંદરનો રાજીવનગર વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓમાં પાણી હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક ઘરમાં પાણી ઘૂસી જતાં માલસામાન બગડી ગયો છે. ખાસ ઈલેક્ટ્રોનિક સાધનો વરસાદમાં પલળી ગયા છે. તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વિરામ પછી તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈ શકાય છે.શહેરનો રોકડિયા હનુમાન મંદિરનું પરિષર પણ પાણી પાણી છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હાલ પાણી વચ્ચે થઈને આવવું પડી રહ્યું છે.
વરસાદની આટલી વિકટ સ્થિતિ બાદ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે સુચના આપી હતી. પોરબંદરમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જોવું રહ્યું કે પોરબંદરમાં સ્થિતિ કેવી વિકટ બને છે.
Dwarka Junagadh Situation Critical Continuous Rain Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
और पढो »
ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »
દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી?છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે. રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે...
और पढो »
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીGujarat Monsoon: મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.
और पढो »
પોરબંદરમાં 18 ઈંચ વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, કેટલીક ટ્રેન રદ તો કેટલીક રિશિડ્યુલ કરાઈ, આ રહ્યું લિસ્ટPorbandar Flood Alert : અવિરત વરસાદથી પાણી પાણી થયું પોરબંદર... છેલ્લા 22 કલાકમાં વરસ્યો 18 ઈંચ વરસાદ... રાણાવાવ, કુતિયાણમાં પણ ધોધમાર વરસાદ.. સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, તો વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામા આવી છે
और पढो »