Organic Farming : સુરતના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા.... વાલજીભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીમાં વાર્ષિક 12 લાખની આવક મેળવી... દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું પણ વાવેતર કર્યું...
Organic Farming : સુરતના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી માં મેળવી સફળતા.... વાલજીભાઈ ચૌધરી એ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી માં વાર્ષિક 12 લાખની આવક મેળવી... દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું પણ વાવેતર કર્યું... daily horoscopeTraffic Signs gujarat weather forecast પ્રાકૃતિક ખેતી કરી લખપતિ બની શકાય? જવાબ છે હા. જવાબ આપી રહ્યા છે સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી . વાલજીભાઈએ ચીલાચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી ની શરુ કરી.
બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ધાર્યા કરતા વધુ સફળતા મેળવી છે. વાલજીભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી, પ્રાકૃતિક ખેતી શરુ કરી. બે એકર જમીનમાં નજીવા ખર્ચે 20થી વધુ પાકોનું ઉત્પાદન કરી મેળવી અને આજે વાર્ષિક 12 લાખની આવક રળી રહ્યાં છે. એટલું જ નહિ, વાલજીભાઈને 1.80 લાખ રૂપિયાના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકારની રૂ.60 હજાર સબસિડી મળી છે. સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજના પેટે રૂ. 10,800 સહાય મળી છે. આ સાથે જ તેઓ દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું પણ વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીને કારણે મિશ્ર પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઘટ્યો, કમાણી વધી છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા વાલજીભાઈ કહે છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહશક્તિમાં વૃદ્ધિ થાય છે. ગોબર અને ગૌ મુત્રથી જીવામૃત,ધનજીવામૃત બનાવી, ઉપયોગ કરી, ખેતરમાં વાપરુ છું, મારા ખેતરમાં મેં વિવિધ પ્રકારના ફ્રુટ, આંબા રોપેલા છે. મિશ્ર પાક કરું છું. સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને 900 રુપિયા મળે છે. દરેક શાકભાજી છે મારા મોડલ ફાર્મમાં. દર મહિને હું વેચાણ વ્યવસ્થા કરું છું. મહિનામાં રૂ.70 હજારથી લઈને લાખ રુપિયાની આવક થાય છે.
આમ, વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે-સાથે જીવ-સૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે.
Organic Farming Ahmedabad Succss Story ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી ગુજરાતના ખેડૂત અનોખી સફળતા પ્રાકૃતિક ખેતીના પ્રહરી પ્રાકૃતિક ખેતીના ફાયદા જમીનના જતનકાર પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »
Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો : પંમચહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યોGujarat Weather Forecast : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયુ છે. આ કારણે સ્થાનિક લોકો ખુશ થઈ ગયા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસી છે.
और पढो »
મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફતમાં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર કેમ વેગ પકડી રહ્યો છે આ ટ્રેન્ડ?Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
और पढो »