ગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, પરંતુ હવે પાણી તો ઉતરી ગયા છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મહાનગરોમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
Extra Marital Affairs: બોલીવુડના આ 5 હીરો, જેની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી પણ ન લીધા છૂટાછેડાweather department forecastmoney and successગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હવે પાણી તો ઓસરી ગયા છે. પરંતુ રાજ્યના રોડ એટલા ખખડી ગયા છે કે તેના પરથી નીકળવું એટલે જીવને જોખમમાં નાંખવો. નાના શહેરો અને ગામડા જ નહીં પરંતુ મહાનગરોમાં સ્થિતિ વિકટ છે. રાજ્યના તમામ મોટા મહાનગરોના રોડ પર અનેક ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે.
ચારેય મહાનગરના વિકાસની મોટી મોટી વાતો સરકાર કરે છે, પરંતુ ચોમાસાનો વરસાદ પડ્યો તેની સાથે જ આ શહેરોના રોડ કેવા થઈ ગયા છે તે જોઈ શકાય છે. અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં રોડ બેસી ગયો છે, તો રાજકોટમાં વરસાદ પછી રોડ પર નકરાં ખાડા અને કિચડથી વાહન ચાલકો પરેશાન છે. તો વડોદરા રાજ્યની વધુ એક ભૂવાનગરી બની ગયું છે જ્યારે સુરતની શાન કહેવાતો કેબલ બ્રિજ હવે ખાડા બ્રિજ બની ગયો છે.અમદાવાદના બોપલમાં થોડા સમય પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં આ વિસ્તારને ભેળવવામાં આવ્યો છે.
રાજકોટના શિતલપાર્કથી જામનગર જઈ રહેલો રોડ પણ અત્યંત બિસ્માર બની ગયો છે. વરસાદ પછી આ રોડની દશા કેવી છે તે અમારે કહેવાની જરૂર નથી. રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.... રાજ્યમાં ભૂવાનગરીનું બિરુદ આપણા અમદાવાદને મળ્યું છે. પરંતુ આ બિરુદ હવે વડોદરાને પણ મળવા જઈ રહ્યું છે. કારણ કે અમદાવાદ પછી વડોદરાના રોડ જોખમી બન્યા છે. વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ ભૂવા પડી જાય છે. આ નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ભૂવો પડ્યો છે. ભૂવો એટલો મોટો છે કે ટુવ્હીલર ચાલક તો તેમાં આખો સમાઈ જાય. 4 દિવસથી પડેલા આ ભૂવાને રિપેર કરવામાં મનપાને કોઈ રસ જ નથી...ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે સ્થળ પર પહોંચી વિરોધ કર્યો હતો.રાજ્યની જનતા અને તેમાં પણ મહાનગરની જનતા તગડો ટેક્સ ભરે છે.
Ahmedabad Rajkot Surat Rain Potholes Bad Roads In Gujarat ગુજરાતનો વિકાસ અમદાવાદ રાજકોટ સુરત વરસાદ રોડમાં ખાડા ગુજરાતમાં ખરાબ રોડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »
વરસાદ અંગે અંબાલાલ ગમે તે કહેતા પણ આ જ્યોતિષનો વરતારો જ પાડશે ગુજરાતનો વારો!Gujarat Havy Rainfall: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે.
और पढो »
અંબાલાલ પટેલની ગુજરાતમાં પૂરની આગાહી : ડિપ ડિપ્રેશન આખા રાજ્યને ધમરોળશે, જુલાઈ થશે બધુંGujarat Rains : આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી,,, ગુરુવારે રાજ્યના 113 તાલુકાઓમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ
और पढो »
જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »
ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.
और पढो »