વહેલી સવારમાં જ વોટ કરી આવજો, નહિ તો બપોરે એક વોટ આપવા પરસેવો પાડવો પડશે

Loksabha Election 2024 समाचार

વહેલી સવારમાં જ વોટ કરી આવજો, નહિ તો બપોરે એક વોટ આપવા પરસેવો પાડવો પડશે
Gujarat Election 2024Election 2024Gujarat Voting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Severe Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, આજે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી જશે

દૈનિક રાશિફળ 7 મે : આજે કર્ક રાશિની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, રાશિફળ પરથી વાંચો કેવો રહેશે આજનો દિવસPhotos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટારગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલ પટેલે કરી એક નવી જ વાત

આજે મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાવાનો છે. ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. તેથી બળબળતા બપોરમાં શેકાવવુ ન હોય તો, વહેલી સવારે મતદાન કરી આવજો. નહિ તો બપોર બાદ આકરો તાપ સહન કરવો પડશે. ખાસ કરીને અમદાવાદવાળા જલ્દી વોટિંગ કરી આવજો, નહિ તો બાદમાં પસ્તાશો.

કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન હતું. આ વચ્ચે આજે હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટ ઉપર 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે પણ તાપમાનનો પારો વધવાની શક્યતા છે. અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સેકટર-9ના મતદાન મથક પર મતદાન કર્યું. તેઓ સહ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગુજરાતના તમામ પરિવારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, વધારે હીટ વેવ હોય તો પૂરી કાળજી સાથે આવીને વોટ કરજો. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. તમામ લોકો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે.

સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 4 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Election 2024 Election 2024 Gujarat Voting Voting Day Vote My Vote My Right લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Gujarat Politics આજે મતદાન મતદાન દિવસ મતાધિકાર મતદાન શરૂ ગુજરાતની 25 બેઠક પર મતદાન રાજ્યની 25 લોકસભા સીટ પર મતદાનનો પ્રારંભ ચૂંટણીનો મહાસંગ્રામ ગુજરાતમાં આજે મતદાન પેટાચૂંટણી માટે મતદાન India Meteorological Department IMD Alert ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન 7 મે 7 May

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »

Agriculture News: મજૂરી છોડી કરો આ સ્માર્ટ ખેતી! 50 હજારના ખર્ચ પર થશે 5 લાખની કમાણીAgriculture News: મજૂરી છોડી કરો આ સ્માર્ટ ખેતી! 50 હજારના ખર્ચ પર થશે 5 લાખની કમાણીAgriculture News: ખેતીની વાત આવે એટલે મોટા ભાગના લોકોના મોઢા પર એક જ વાત આવે છેકે, ખર્ચ એટલો બધો હોય છે કે, તેની સામે કંઈ મળતું નથી. તો તમે ઓછા ખર્ચમાં પણ તગડી કમાણી કરી શકો છો. એક રૂપિયો ખેતરમાં નાંખશો તો એની સામે થોડા જ ટાઈમમાં 10 રૂપિયા ઉગી નીકળશે.
और पढो »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
और पढो »

ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીLoksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
और पढो »



Render Time: 2025-02-16 12:12:07