સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં, ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું.
મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો. જ્યારે આરોપીનું આખું પરિવાર મોલવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના ગોડાદરામા આવેલ સાઇ સૃષ્ટી બિલ્ડીંગમાં રહેતા સનાતન સંઘ એન.જી.ઓ સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ગત તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રી 10.30 વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોબાઇલ નંબર ફોન આવ્યો હતો. અજાણ્યા ઈસમે ફોન પર ઉપદેશ રાણા તું સુરત મેં કીસ જગહ છુપા હુઆ હૈ, અપના એડ્રેસ ખુદ હી બોલ દે. નહી તો હમ તો તેરે કો ઢુંઢ હી લેંગે, મહારાષ્ટ્ર સે તેરા પતા નિકલને કે લિએ હમારા પુરા ગ્રુપ સુરત આ ગયા હૈ તેરી ગર્દન ઉતાર કર લે જાયેંગે આ રીતેનાં જાનથી મારવાની ધમકી આપી હતી.
આરોપી પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા.આ મૌલવી પાકિસ્તાનથી વેપન મંગાવતો હતો અને પાકિસ્તાન થી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતેની પણ ચેટ મળી છે.આ ઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. ઉપદેશનું નામ અનિસમોએ ઢકકન આપ્યું હતું. કોડવર્ડ નામના આધારે જ આ મૌલવી તેના સાગરીતો સાથે વાત કરતો હતો.હિન્દૂવાદી નેતાઓના નિવેદનને લઈને આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો.
Arrest Of Maulana Surat Crime Branch Hindu Goddess સુરત પોલીસ મૌલાનાની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ હિન્દુ દેવી દેવતા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ, આ લોકો નિશાને હતા!હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંગ, ભાજપની પૂર્વ મહિલા નેતા નૂપુર શર્મા, સહિત સુદર્શન ચેનલના એડિટર સુરેશ ચવ્હાણની હત્યા સાજીક કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયેલા કટ્ટર મોલવીએ નેપાળ અને પાકિસ્તાનના નંબરથી ફોન કરવામાં આવતો હતો. મોબાઈલમાંથી દસ્તાવેજ મળી આવ્યા છે.
और पढो »
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
और पढो »
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »