School Fee Rule : નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં ફી લેનારી સ્કૂલો સામે થશે કાર્યવાહી..... અમદાવાદ ડીઈઓએ પ્રથમવાર ફી મુદ્દે કડક ચેતવણી આપી....વિદ્યાર્થી સ્કૂલ બદલે તો નવા સત્રની ફી નહીં લઈ શકાય
સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો? શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, દૂર થશે શનિદોષ, ધનના ઢગલા થશેદૈનિક રાશિફળ 27 એપ્રિલ: વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે, વાંચો આજનું રાશિફળPriyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓDoob Ghas Ke Fayde: ક્યારેય પીધો છે દુર્વાનો જ્યૂસ, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી...
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. ગુજરાતમાં સરકારી શાળાઓ ન હોવાના બરાબર છે, અને ખાનગી શાળાઓ મનમાની કરી રહી છે. જેને કારણે વાલીઓ પીસાઈ રહ્યાં છે. ત્યારે ફી મામલે ખાનગીઓ શાળાઓ દ્વારા કરાતી મનમાની સામે ડીઈઓએ મોટું એક્શન લીધુ છે. હવેથી ખાનગી શાળાઓ આખાવર્ષની એકસાથે ફી ઉઘરાવી નહિ શકે. માત્ર ત્રણ મહિનાની જ ફી વસૂલી શકશે. સાથે જ નોટિસ બોર્ડ પર ફી માળું જાહેર કરવા તમામ ખાનગી શાળાઓને આદેશ કરાયો છે.
અમદાવાદમાં શહેરની કેટલીક શાળાઓ શૈક્ષણિક સત્ર પહેલા જ ફીની ઉઘરાણી શરૂ કરી દે છે. એટલું જ નહિ, ફી ન ભરાય તો પરિણામ નહિ મળે તેવી ધમકી પણ આપવામાં આવે છે. ત્યારે આવી ધમકી વચ્ચે પીસાતા વાલીઓ ક્યાંય ફરિયાદ પણ કરી શક્તા નથી. ત્યારે આ ધમકીઓ હવે ડીઈઓ સુધી પહોંચી હતી. જેના બાદ ડીઈઓ દ્વારા શહેરની તમામ શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયો છે કે, એકપણ શાળા નવુ સત્ર શરૂ ન થાય ત્યા સુધી ફી નહિ ઉઘરાવી શકે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ખાનગી શાળાઓને નિયમોનો પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું કે, શાળાઓને કરાયેલ ફીના આદેશનું પાલન તમામે ચુસ્તપણે કરવાનુ રહેશે. સાથે જ શાળાઓ ફી નિયમનના કાયદા અનુસાર ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેના કરતા વધુ ફી નહિ લઈ શકે. જો શાળા દ્વારા નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી લેવામાં આવશે તો શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.શાળાઓ નિયમ અનુસાર, શૈક્ષણિક સત્ર ચાલુ થાય ત્યાર બાદ જ ફી ઉઘરાવી શકે છે. તે પહેલા કોઈ પણ ફી શાળાઓ દ્વારા લેવામાં આવશે નહિ.
આ અંગે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કેટલીક શાળાઓ સામે રજૂઆતો મળ્યા બાદ તમામ સ્કૂલોને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ફી નિયમના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરાઈ છે.
School Fee Fee Hike Ahmedabad Gujarat અમદાવાદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »
હસતા મોઢે 35 મુમુક્ષુઓએ સાંસારિક ધર્મનો ત્યાગ કર્યો, હવે સંયમી નામથી ઓળખાશેJain Samaj Diksha : અમદાવાદમાં એકસાથે 35 મુમુક્ષુએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના, અમદાવાદમાં જ તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે
और पढो »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »
ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાયRupala Controversy : ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિની સ્પષ્ટતા.. સુરેન્દ્રસિંહ જાડેજાએ વાતની ગણાવી ખોટી.. કહ્યું, સંકલન સમિતિના સભ્યો પોતાના સ્ટેન્ડ પર કાયમ..
और पढो »
ટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણીNilesh Kumbhani Election Form Cancel : મતદાન પહેલા જ કોંગ્રેસે ગુમાવી સુરત લોકસભા બેઠક.....કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ કર્યું રદ...કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો કરી નાંખ્યો દાવ....કોંગ્રેસ હવે ખખડાવશે કોર્ટના દ્વાર
और पढो »
કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
और पढो »