ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
હવે દુશ્મન દેશોના 'ખાટા' થશે દાંત! વડોદરા માં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતો
વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે, જે ભારતીય વાયુસેના માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે.
C-295 પ્રોગ્રામ એ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતના ખાનગી ક્ષેત્રનો પ્રથમ એરોસ્પેસ પ્રોજેક્ટ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતીય વાયુસેના માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ્સથી સજ્જ 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે. આમાંનું પ્રથમ મેડ-ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવો અંદાજ છે, જ્યારે ફાઇનલ એરક્રાફ્ટની ડિલિવરી ઓગસ્ટ 2031 સુધીમાં થવાનો અંદાજ છે.
એરોસ્પેસ અને વિદેશી રોકાણના કેન્દ્ર તરીકે વડોદરાએ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે એ દર્શાવતાં આ કાર્યક્રમ શહેરની આર્થિક ક્ષમતાને તો ઉજાગર કરશે જ, સાથે જ સ્થાનિક વ્યવસાયોને સ્પેનિશ કંપનીઓ સાથે જોડાવાની તક પૂરી પાડશે અને નવી ભાગીદારીને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ દ્વારા વડોદરા ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ પરિદ્રશ્યમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત થશે.ઉદ્ઘાટન બાદ બંને નેતાઓ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.
વડોદરામાં જે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું બહુમુખી મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જે 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરાટ્રૂપર્સને લઈ જવા માટે સક્ષમ છે. આ એરક્રાફ્ટની વ્યૂહાત્મક ડિઝાઇન અને રિયર રેમ્પ દરવાજાના કારણે ટુકડી અને કાર્ગો ઝડપથી તહેનાત થઈ શકે છે, જે તેને ભારતીય વાયુસેના માટે ખૂબ મહત્વૂર્ણ બનાવે છે.
C-295 Aircraft Plant C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ PM Modi વડોદરા C-295 Transport Aircraft Airbus C-295 Cargo Plane India Air Force Strength Pakistan China Border Indian Air Force એરબસ C-295 કાર્ગો પ્લેન ભારત એરફોર્સ તાકાત પાકિસ્તાન ચીન બોર્ડર ભારતીય વાયુસેના
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »
Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે.
और पढो »
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે10 Countries Where is Muslim population is More than 99%: ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ વસ્તી કેટલી છે? કયા દેશમાં 100 ટકા મુસ્લિમ વસ્તી છે? તે જાણવું તમને ગમશે
और पढो »
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »