Gujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
RajkotRakshabandhanગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં અનામત ની ટકાવારીનું થોડા દિવસોમાં જાહેરનામું આવી શકે છે. રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ. પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. આ સિવાય વિસાવદર, વાવ વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રની ચૂંટણી સાથે જાહેર થાય તેવી પણ સંભાવના છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે.
ગુજરાતમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતની ટકાવારી 10 ટકાથી વધારવી કે નહિ. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ કે. એસ. ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઈ હતી.
આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે. આ માટેનું જાહેરનામું પણ બહાર પડી શકે છે. રાજ્યની 539 વિભાજિત સહિત 4765 ગ્રામ પંચાયત, 17 તાલુકા પંચાયત, પંચાયતની ચૂંટણી યોજાવાની બાકી છે. અત્યારે આ સંસ્થાઓ વહીવટદારો ચલાવે છે.ગુજરાતમાં ઓબીસી કૅટેગરીમાં આવતી અંદાજે 146 જેટલી જ્ઞાતિઓ છે. વર્ષ 1931માં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી.
ગુજરાતમાં 80 નગરપાલિકા અને ખેડા-બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી પણ સંભાવનાઓ છે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત, 7 ટકા એસસી, 14 ટકા ઓબીસી અને 52 ટકા જનરલ બેઠકો પર અનામત નિશ્વિત કરતું જાહેરનામું જાહેર થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકાને બદલે વસતી પ્રમાણે અનામત આપવાની માગ કરાઈ હતી. આ મામલે ભારે વિવાદો થતાં ચૂંટણીઓ અટકી ગઈ હતી.ગુજરાતમાં ૬૦થી વધુ તાલુકાઓ અને નવ જિલ્લાઓમાં ૫૦ ટકાથી વધુ આદિવાસી વસ્તી છે.
હવે સરકાર 27 ટકા ઓબીસી અનામતને આધારે આગામી ચૂંટણીઓ કરાવે તો નવાઈ નહીં. કે. એસ. ઝવેરીનો રિપોર્ટ આવી ગયો છે. “કોઈપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનારી બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધે નહીં તે પ્રમાણે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.”ગુજરાતમાં ઓબીસી સમુદાયની લગભગ 52 ટકા વસ્તી છે. ભાજપમાં ઓબીસી સમુદાયના 50 જેટલા ધારાસભ્યો છે. અત્યાર સુધી ઓબીસી માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૧૦ ટકા બેઠકો આરક્ષિત હતી. એના માટે એસટી અને એસસી માટેની વર્તમાન અનામતમાં કોઈ ફેરફાર કરાયો નથી.
Gujarat Local Self Government Elections સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાત સરકાર ગુજરાત ચૂંટણી ગુજરાતના સમાચાર Gujarat Elections Gujarat News Will Be Held In December Local Self-Government Elections State Government Election Performance OBC Reservation Gram Panchayats Administrator રાજ્ય સરકાર ચૂંટણીની કામગીરી ઓબીસી અનામત ગ્રામ પંચાયતો વહીવટદાર અનામત ઓબીસી અનામત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશેAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાતના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે.
और पढो »
અનુપમામાં આવશે 8 મહા ટ્વિસ્ટ, એક સ્ટારની એન્ટ્રીથી બદલાઈ જશે આખો શોAnupama 8 Maha Twist: ટીવી સીરિયલ અનુપમામાં હવે જલ્દી જ એક નહિ, અનેક ટ્વિસ્ટ આવી રહ્યાં છે. સીરિયલમાં અનુપમા અને અનુજ હજી પણ આધ્યા સુધી પહોંચી શક્યા નથી, આ માટે તેમને લાંબી રાહ જોવી પડશે
और पढो »
આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીAmbalal Patel Prediction : હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
और पढो »
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »
ઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશેAmbalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં કૃષિ કાર્યો ન કરવા ખેડૂતોને આપી સલાહ
और पढो »
અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેAmbalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે.
और पढो »