Surat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી
આ દેશમાં કુંવારાઓને પડી જશે મોજ! ભાડેથી મળે છે ખુબ સુરત પત્નીઓ, થોડા દિવસ માણો લગ્નજીવનનો આનંદશિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદા સુરત માં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. દેશના અર્થતંત્રને ખોખલું કરવાના બદઈરાદાથી બનાવટી કરન્સી માર્કેટમાં ફરતા કરવાના વધુ એક ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી અહદનગરના બે અને પુણેના એક યુવકને પકડી પડી તેઓ પાસેથી રૂપિયા 2.56 કરોડથી વધુની બનાવટી નોટ કબ્જે કરી છે. રૂપિયા.
સારોલી પોલીસ મથકની ટીમ પીઆઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે પગપાળા નકલી નોટો ભરેલી બેગ લઈને જતા ૩ યુવકોને આબાદ પકડી પાડયા હતા. પોલીસે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગૂગલે, રાહુલ બોનુ વિશ્વકર્માને પકડી પાડ્યા છે. આ તમામ આરોપીઓ મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી મળેલી બેગની તલાશી લેતા ૫૦૦ અને ૨૦૦ની નોટના ઢગલાબંધ બંડલો જોઇ પોલીસ અવાક્ બની ગઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેતો રાહુલ મહાદેવ કાલે સપ્તાહ પહેલાં ત્રણેય આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ગત તા.૧૩મીએ રાત્રે રાહુલ કાલે મુંબઇના વિલેપાર્લે બસ સ્ટેશન ખાતે નકલી નોટો ભરેલી બેગો આપી ગયો હતો. જે બેગો સુરતમાં રેલવે સ્ટેશનની હોટલમાં રોકાયેલા રાહુલ કાલેને જ પહોંચાડવાની હતી. જોકે, નિયોલથી પગપાળા જતી વેળા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા અને રાહુલને ગંધ આવી જતા ભાગી છૂટ્યો હતો. મુખ્ય સૂત્રધાર મનાતા રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરાયો હતો. નકલી બંડલો સામે અસલી પડાવવાનો ઇરાદો હતો.
ફેક કરન્સીના સૂત્રધાર રાહુલ કાલેએ સુરતમાં ફેક કરન્સી કરવાથી જે નફો થાય તે તમામ વચ્ચે સરખે હિસ્સે વહેંચવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત મુબઇથી સુરત ફેક કરન્સીની ડિલિવરી કરવા પેટે રાહુલે ત્રણેયને ૧૦ હજાર ચૂકવ્યા હતા. વધુમાં ગત દિવાળીના સમયમાં પણ આ જ પ્રકારનું ફેક કરન્સીનું રેકેટ પકડાયું હતુ.
Crime News Surat News Surat Police Accused સુરત સુરત સમાચાર ક્રાઈમ સમાચાર નકલી નોટ બનાવટી નોટ સુરત પોલીસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટSurat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં નકલીના કારોબારે જાણે માજા મુકી છે. નકલી ખાદ્ય પદ્યાર્થ, નકલી કચેરી, નકલી અધિકારી પછી હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે.
और पढो »
જનતાને મુર્ખ બનાવવાનો ધંધો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાડ્યો છે. રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે. હવે સુરતમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા.
और पढो »
આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરોBCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
और पढो »
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલFake Hospital In Surat : સુરતમાં સારવારના નામે લોકોના જીવ સાથે રમત... પાંડેસરામાં નકલી તબીબોએ ભેગા મળીને શરૂ કરી એક હોસ્પિટલ... ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસે કરી નકલી તબીબ અને સંચાલકની અટકાયત..
और पढो »
કચ્છમાં પકડાયેલી નકલી EDના કમાન્ડર નીકળ્યા AAPના નેતાજી! હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કેજરીવાલનો લીધો ઉધડો!ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા.
और पढो »