ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ભરપૂર ડુંગળીની આવકને લઈને યાર્ડમાં અપૂરતી જગ્યાથી સર્જાય રહી છે મુશ્કેલી. મજૂરો અને ખેડૂતો વચ્ચે ખરાબ વર્તનને લઈ કામગીરી બંધ રહી. ખેડૂતોએ ગેટ બંધ કરી રોષ વ્યક્ત કર્યો
Bhavnagar Market Yard : ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી ની હરરાજી ઠપ્પ... મજૂરો એ પોતાની સાથેના ખરાબ વર્તનને લઈ કામગીરી નો બહિષ્કાર કર્યો... યાર્ડ માં ભરપૂર ડુંગળી ની આવકને લઈને યાર્ડ માં અપૂરતી જગ્યાથી સર્જાય રહી છે મુશ્કેલી ... ખેડૂતો એ રોષે ભરાઈ ગેટ બંધ કર્યો... પોલીસ કાફલો યાર્ડ ખાતે દોડી જઇ ગેટ ખુલ્લો કરાવ્યો...
ભાવનગર જિલ્લો એ ડુંગળી ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેમાં જાન્યુઆરી માસમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ડુંગળી યાર્ડમાં વેચાણ માટે આવતા હોય ત્યારે ભાવનગર યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ઉતરી જતા અને હજુ બીજા વૈકલ્પિક યાર્ડની વ્યવસ્થાના અભાવે મજૂરોને ભારે મુશ્કેલી પડી રહી છે. એકીસાથે અનેક ગાડીઓમાં ખેડૂતો પોતાની ડુંગળી લાવતા તેને ઉતારવા બાબતે મજૂરો અને ખેડૂતો તેમજ ખેડૂતોની ડુંગળી લાવતા વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે.
સાથે સાથે યાર્ડમાં રાત્રી દરમ્યાન સિક્યુરિટીનો અભાવ હોય ખેડૂતોની જણસો ચોરાવવાની ઘટના, જ્યારે સીસીટીવીનો અભાવ પણ ખેડૂતોના રોષનું કારણ બન્યો હતો. ઉપરાંત યાર્ડમાં આજે હરરાજી બંધ રહેતા અને ખેડૂતો પોતાની ડુંગળી યાર્ડમાં સતત વેચાણ માટે લાવી રહ્યા હોય ત્યારે યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ખડાકાઇ જતા વેપારીઓ નીચા ભાવે ડુંગળી ખરીદી ખેડૂતોને ભારે આર્થિક નુકશાન આપશે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો, આમ છતા ખેડૂતો યાર્ડમાં વહેલી તકે હરરાજી શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે.
ભાવનગર કામગીરી બંધ ડુંગળી યાર્ડ ખેડૂતો મજૂરો હરાજી મુશ્કેલી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
ગુજરાતમાં પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશેગુજરાત પોલીસ ડિજીટીલાઈઝેશન તરફ આગળ વધી છે અને હવે નાગરિકો ઓનલાઈન દ્વારા દરેક પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી શકશે.
और पढो »
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »
દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ્ઠ; જાણો શું છે શ્રેષ્ઠ પસંદગીના માપદંડો?ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ પ્રાપ્ત થયો.
और पढो »
અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીSurat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »