Agriculture News: પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ. જો તમે પણ આ જાણકારીથી અવગત ના હોવ તો એકવાર સમય કાઢીને જરૂર જાણી લેવી જોઈએ આ માહિતી.
હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીશેરબજારમાં રોકાણ તમારું, ટેન્શન તમારું, નુકસાન તમારું, કમાણી થાય તો...ભાગ પડાવશે સરકારસૂર્ય, બુધ, શુક્રના સિંહ રાશિમાં ગોચરથી આ 3 જાતકો થશે માલામાલ, મોતીની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ સૂર્યની રાશિમાં બનશે સૌથી શક્તિશાળી યોગ, આ જાતકોને મળશે નવી નોકરી, ધનલાભનો પણ સંયોગ
મકાઈના પાકને રોગમુક્ત રાખવા માટે ખેડૂતોએ મકાઈની રોગપ્રતિકારક જાતોનું વાવેતર તેમજ દર વર્ષે પાકની ફેરબદલી કરવી જરૂરી. રાજ્યમાં ચોમાસાના આગમન પછી અનેક વિસ્તારોમાં મકાઈનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોના મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમજ તડછારો જેવા રોગોથી રક્ષણ આપવા માટે રોગમુક્ત બિયારણ વાપરવું જોઈએ તેમજ મકાઈની રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ.
ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોએ મકાઈની ગુ.આ.પી. સં.મ.-૧, ૨, ૩, ગંગા સફેદ-૨, ૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ. ટપકાવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮ ટકા, થાયામેથોકઝામ ૧૯.૮ ટકા એફએસ, ૬ મિ.લિ પ્રતિ કિ.ગ્રા. કીટનાશકના તૈયાર મિશ્રણ પાણીમાં ભેળવીને બીજ માવજત આપી છાંયડે સૂકવીને વાવેતર કરવું જોઈએ.
થાયરમ ૪૦, એફએસ અથવા થાયરમ ૭૫, ડબ્લ્યુએસ ૨ થી ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી અથવા ટ્રાયકોડમાં ૬ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ માવજત આપીને વાવવાથી મકાઈમાં બીજનો કોહવારો અને ઉગતા છોડનો સૂકારો રોગને અટકાવવી શકાય છે. પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ તેમજ ફીલ આર્મીવોર્મના નિયંત્રણ માટે મકાઈની વાવણી પહેલા ૧૦ થી ૧૫ દિવસે લીમડાનો ખોળ ૨૫૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફુદા નીકળવાનું પ્રમાણ ઘટે છે.
વધુમાં, મકાઈમાં પાછોતરા સૂકારા રોગના નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં કાર્બોફયુરાન ૩જી ૩૩ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવું અને 30 ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ એસડીની પ્રતિ કિલો બીજ દીઠ માવજત આપવી જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે, તેને ભલામણ મુજબ અનુસરવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Agriculture News Gujarat News Government Guideline Agro Farming Guidelines Of Farmers Income ગુજરાત સરકાર ખેડૂતો ખેતીવાડી માર્ગદર્શિકા ગાઈડલાઈન નુકસાની મકાઈનો પાક રોગમુક્ત પાક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું
और पढो »
પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!Agriculture News: આ ગાઈડલાઈન આમ, તો તમામ ખેડૂત મિત્રો માટે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડાંગર પકવતા ખેડૂતોને આની સીધી અસર થશે. તેથી ડાંગરના ખેડૂતોએ ખાસ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. જાણો ખેડૂતોએ ડાંગરની રોપણી બાદ શું કરવું જોઈએ...
और पढो »
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!Gujarat Monsoon 2024: છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હતો. પરંતુ વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રિઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘ મહેર થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
और पढो »
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસરCoconut Water: નાળિયેર પાણીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સાથે જ તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. નાળિયેર પાણી હાઇડ્રેશનનું સંતુલન જાળવી રાખે છે. નાળિયેર પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
और पढो »
ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!Ration Card Yojana 2024: સસ્તા અનાજ મેળવવા સિવાય રાશન કાર્ડ બહુ ઉપયોગી વસ્તુ છે, રાશન કાર્ડ દ્વારા તમે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો
और पढो »
10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતોશેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.
और पढो »