સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!

Patan City समाचार

સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!
Rain AlertRain In PatanMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

પાટણમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણની બજારો બેટમાં ફેરવાય છે.

સામાન્ય વરસાદ માં જ પાણી પાણી પાટણ , શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!

Extra Marital Affairs: બોલીવુડના આ 5 હીરો, જેની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી પણ ન લીધા છૂટાછેડાweather department forecastmoney and successદક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. ઉત્તરના તમામ જિલ્લામાં અનરાધાર વરસાદથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. વાત પાટણ જિલ્લાની કરીએ તો પાટણમાં અવિરત વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે. પાટણના કેવા છે હાલ?, જુઓ આ અહેવાલમાં..

ગુજરાતની પૌરાણિક રાજધાની, ઐતિહાસિક નગર પાટણ પાણી પાણી થયું છે. એટલું પાણી પાટણમાં ભરાયું છે કે શહેર જાણે તરવા લાગ્યું છે. તમામ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. સતત બે દિવસથી મુશળધાર વરસાદથી પારેવા સર્કલથી ખલકસાપીર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આખો રોડ નદી જેવો થઈ જતાં આસપાસની સોસાયટીઓમાં જળબંબાકાર થઈ ગયું છે.શહેરનું પ્રવેશદ્વાર કહેવાતું રેલવે ગરનાળું ભારે વરસાદથી ભરાઈ ગયું છે. જેના કારણે શહેરમાંથી બહાર જવાનો અને બહારથી શહેરમાં જવાનો સંપર્ક કપાઈ ગયો છે.

હવે આ પાટણનું બજાર જુઓ શહેરનું ઝવેરી બજાર, ફુલ બજાર બેટમાં ફેરવાઈ ગયા છે. અધધ પાણીથી વેપાર ધંધાને માઠી અસર પડી છે.પાટણનો આ રામનગર વિસ્તાર જુઓ.આખો વિસ્તાર જાણે સરોવર બની ગયો છે...પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આટલું પાણી હોવા છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ છે પાટણનો પોસ કહેવાતો આનંદ સરોવર વિસ્તાર. શહેરની નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આપતા આ વિસ્તારની સોસાયટીઓના હાલ બેહાલ થઈ ગયા છે.

પાટણ શહેર ઉત્તર ગુજરાતનું એક મહત્વનું શહેર છે. પૌરાણિક સમયે આ શહેર રાજ્યનું રાજધાની હતું. જે શહેરની નગર રચના વિશ્વ વિખ્યાત હતી તે જ શહેરના હાલ કેટલા બેહાલ છે તે તમે જોયું. તમે પાટણનું આ તરતું બસ સ્ટેશન પણ જોઈ લો. આખો બસ ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુસાફરોને બસમાં બેસવા માટે પાણીમાં થઈને જવું પડી રહ્યું છે. તો જ્યાં પાણી નથી ભરાયું ત્યાં કાદવ-કિચડે સામ્રાજ્ય જમાવી દીધું છે. જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rain Alert Rain In Patan Monsoon પાટણ વરસાદ પાણી ભરાયા ચોમાસું પાટણમાં પાણી ભરાયા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »

લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીલાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીGujarat Monsoon: મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.
और पढो »

ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »

આંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીઆંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીWeather Update: હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરશે તેવા સંકેત મળી રહ્યાં છે.
और पढो »

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું, અત્યાર સુધી કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજવ્યું, મહેસાણામાં 7 ઈંચ વરસાદગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું, અત્યાર સુધી કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજવ્યું, મહેસાણામાં 7 ઈંચ વરસાદGujarat Monsoon : ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત... ભારે વરસાદથી પાણી પાણી થયું પાટણ.. બનાસકાંઠામાં પણ વરસ્યો ધમાકેદાર... તો મોડાસાના મુલોજ ગામમાં પહેલા વરસાદમાં જ તૂટી ગયું એક મહિના પહેલા બનેલું ગરનાળું
और पढो »

દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી?દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી?છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે. રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે...
और पढो »



Render Time: 2025-02-19 03:59:32