પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે.
હિંસક ઘટનાને પગલે તણાવ સર્જાતા ભીડને વેર વિખર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા. પોલીસે કહ્યું કે સ્થિતિ હાલ કાબૂમાં છે અને વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. ઘાયલોને બહરામપુરના મુર્શીદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાયા છે. પ્રદેશ ભાજપે આરોપ લગાવ્યો કે રેલી પર પથ્થરમારો થયો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ ચૌધરીએ કહ્યું કે રામનવમી પર શોભાયાત્રા કાઢવા માટે પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી હતી પણ શક્તિપુલ બેલડાંગા-2 બ્લોક, મુર્શીદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કર્યો. વિચિત્ર વાત છે કે આ વખતે મમતા પોલીસ આ ભયાનક હુમલામાં ઉપદ્રવીઓની સાથે સામેલ થઈ ગઈ. તેમણે કહ્યું કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા જેથી કરીને શોભાયાત્રા અચાનક સમાપ્ત થઈ જાય, રામભક્તો પર સેલ છોડાયા. બહરામપુરના સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સાંજે વિસ્તારની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે હું માલદામાં ઘર્ષણમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે આવ્યો હતો. પરંતુ ભાજપના કાર્યકરોએ હોસ્પિટલમાં એવો દાવો કરતા વિરોધ પ્રદર્શન કરતા એવું કહ્યું કે હિન્દુઓ પર હુમલો થઈ રહ્યો છે અને જવાબ મારી પાસે માંગવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારાઓએ એ લોકોને પૂછવું જોઈએ જેમણે જવાબ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે તોફાન એક યોજના હેઠળ ભડકાવવામાં આવી રહ્યા છે અને ભાજપનો વિરોધ એ સાબિત કરે છે. મે ચૂંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપુરમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને એસપી ઘટનાસ્થળે છે.
અત્રે જણાવવાનું કે આ ઘટના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શીદાબાદમાં રામનવમી પર તોફાન ફાટી નીકળવાની ચેતવણી આપ્યા બાદ ઘટી છે. તેમની ટિપ્પણી ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં હિંસા અને અધિકારીની કથિત પર્યવેક્ષણની કમીને લઈને મુર્શીદાબાદના પોલીસ ઉપર મહાનિરીક્ષણને હટાવ્યા બાદ આવી છે. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે આજે પણ ફક્ત ભાજપના નિર્દેશ પર મુર્શિદાબાદના DIG ને બદલી નખાયા. હવે જો મુર્શીદાબાદ અને માલદામાં તોફાનો થાય તો જવાબદારી ચૂંટણી પંચની રહેશે.
Ram Navami Stone Pelting Murshidabad India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
Ram Mandir: પ્રભુ રામના દિવ્ય અભિષેક સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું સૂર્ય તિલકRamlala Abhishek On Ramnavami: આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે.
और पढो »
સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદSukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
और पढो »