Rajkot Civil Hospital : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દી વોર્ડની બહાર રઝળતો જોવા મળ્યો... વોર્ડમાં દાખલ દર્દી ફરી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો... પગમાં ફ્રેકચર અને ચાલવામાં અસહાય દર્દી રઝળતો જોવા મળ્યો...સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ...
માત્ર 15 જગ્યાએ જ છે આ ઔષધિય ગુણો ધરાવતું અને દુર્લભ મનાતું વૃક્ષ! હવે આખા ગુજરાતમાં રોપાશેBusiness રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી જતા વિવાદમાં આવી..! સિવિલ હોસ્પિટલ ની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પગમાં ફ્રેકચર અને ચાલવામાં અસહાય દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો.
રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને તંત્રની લાપરવાહી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવી હતી.
સમગ્ર મામલે એડિશનલ સિવિલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ સીસીટીવી ચકાસી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરે બપોરના 3-30 વાગ્યે અવધના ઢાળીયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારના નિશાન સાથે ચાલતા-ચાલતા પડી ગયાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ યુવાનને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. સર્જરી વોર્ડ નં.
સવારે સિવિલનાં જુના વોર્ડ 10ના રસોડા પાસે યુવક બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની જાણ સિવિલ હોસ્પિટલનાં પટ્ટાવાળાએ હેલ્પ ડેસ્કને કરી હતી. જેને પગલે હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં ધ્રુજતા યુવકને ફરી દાખલ કર્યો હતો. આ બાબતે ફરજ પરના મમતાબેન નામના પટાવાળાએ પણ સંબંધીત મેડિકલ ઓફિસર ડો. વિવેકને દર્દી અંગેની જાણકારી આપી હતી. જોકે, યુવક ચાલી પણ ન શકે તેવી હાલતમાં હોવા છતાં તારીખ 20ના કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
Civil Hospital રાજકોટ સિવિલ હોસ્પિટલ Rajkot Civil Hospital Patient Viral Video રાજકોટ સિવિલ હોસ્પિટલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્તRajkot Accident : રાજકોટમાં નબીરો ભાન ભૂલ્યો, નશાની હાલતમાં હોવાની શંકા, પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર ચલાવી 9 વાહનને ઉડાડ્યાં, દિવાળીએ જ 5થી 6 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા
और पढो »
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરોઅમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામડાઓમાં મેડિકલ કેમ્પ કરી લોકોને ફસાવવામાં આવતા હતા. લોકોને મેડિકલ કેમ્પ કરી ડરાવી-ધમકાવી ખોટા ઓપરેશન કરાવી દેવામાં આવતા હતા. ડોક્ટરો અને હોસ્પિટલના સંચાલકોએ માનવતા નેવે મૂકી હોસ્પિટલને લૂંટની હોસ્પિટલ બનાવી દીધી હતી.
और पढो »
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »
હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીBomb Threat : રાજકોટની ફેમસ કહેવાય તેવી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ સહિત 10 હોટલોને ઇ-મેઈલ મળ્યો, કડક ચેકિંગ હાથ ધરાયું
और पढो »
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
और पढो »